નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય ન્યાયિક સંમેલનને સંબોધતા નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમે જ્યાં જૂના કાયદા રદ કર્યાં ત્યાં નવા કાયદા પણ બનાવ્યાં. તેમણે કહ્યું કે અમારી સરકારે 1500 જૂના કાયદા ખતમ કરી દીધા છે. પીએમ મોદીએ કહ્યું કે ન્યાયપાલિકામાં દરેક દેશવાસીની આસ્થા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Corona Virus: ચીનની લુચ્ચાઈના કારણે વુહાનથી ભારતીયોની વાપસી પર તોળાઈ રહ્યું છે સંકટ!


તેમણે કહ્યું કે 'હાલમાં જ કેટલાક મોટા નિર્ણય લેવાયા છે, જેને લઈને સમગ્ર દુનિયામાં ચર્ચા હતી. નિર્ણય લેવાતા પહેલા અનેક પ્રકારની આશંકાઓ વ્યક્ત થઈ રહી હતી. પરંતુ શું થયું? 130 કરોડ ભારતીયોએ ન્યાયપાલિક દ્વારા અપાયેલા આ ચુકાદાઓને પૂરી સહમતિથી સ્વીકાર કર્યા.' 


મુસ્લિમ સંગઠનની જાહેરાત, 'વારિસ પઠાણનું માથું વાઢી લાવનારને 11 લાખનું ઈનામ આપશે'


પીએમ મોદીએ કહ્યું કે "સરકારની કોશિશ છે કે દેશની દરેક કોર્ટ ઈ-કોર્ટ ઈન્ટીગ્રેટેડ મિશન મોડ પ્રોજેક્ટ સાથે જોડવામાં આવે. નેશનલ જ્યુડિશિયલ ડાટા ગ્રિડની સ્થાપનાથી પણ કોર્ટની પ્રક્રિયાઓ સરળ બનશે."


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...